Tuesday, 17 May 2022

આદર્શ નિવાસી શાળા પ્રવેશ | Adarsh Nivasi School Admission 2022

 આદર્શ નિવાસી શાળા પ્રવેશ | Adarsh Nivasi School Admission 2022

તમામ વાલી અને વિદ્યાર્થી સુધી આ મેસેજ પહોંચાડવા વિંનતી...

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં 33 આદર્શ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, ભોજન, ગણવેશ, બુટ-મોજા, સ્ટેશનરી અને નિવાસ જેવી તમામ સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.

👫 આ આદર્શ નિવાસી શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ધોરણ ૯, ૧૦ અને ૧૨માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે લિંક
પર તારીખ: ૦૯/૦૫/૨૦૨૨ થી તારીખ ૧૦/૦૬/૨૦૨૨ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

Adarsh nivasi school Admission open

Admission in standard 9, 10 and 12 in ideal residential schools

આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯, ૧૦ અને ૧૨માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ માટે


મહત્વપૂર્ણ લિંક 

પ્રવેશ જાહેરાત 2022 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો

ફોર્મ ભરવા વેબસાઇટ માટે અહીં ક્લિક કરો



આદર્શ નિવાસી શાળાઓમાં  ધોરણ ૯, ૧૦ અને ૧૨માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ માટે


Adarsh nivasi school Admission open 

તમામ વાલી અને વિદ્યાર્થી સુધી આ મેસેજ પહોંચાડવા વિંનતી..


સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં 33 આદર્શ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, ભોજન, ગણવેશ, બુટ-મોજા, સ્ટેશનરી અને નિવાસ જેવી તમામ સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.


ફોર્મ ભરવાની તારીખ

આ આદર્શ નિવાસી શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ધોરણ ૯, ૧૦ અને ૧૨માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે વેબસાઈટ પર તારીખ: ૦૯/૦૫/૨૦૨૨ થી તારીખ ૧૦/૦૬/૨૦૨૨ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.


આદર્શ નિવાસી શાળા માટે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1.  રહેઠાણનો પુરાવો: ડોમિસાઇલ પ્રમાણપત્ર
  2.  રહેઠાણનો પુરાવો: ડોમિસાઇલ પ્રમાણપત્ર,
  3.  વીજળી બિલ
  4.  ઓળખનો પુરાવો: આધાર કાર્ડ
  5.  BPL રેશન કાર્ડ (જો ઉપલબ્ધ હોય તો)
  6.  જાતિ પ્રમાણપત્ર
  7.  જન્મ પ્રમાણપત્ર
  8.  આદિજાતિ પ્રમાણપત્ર
  9.  આવકનું પ્રમાણપત્ર
  10.  શાળાકીય પ્રમાણપત્રો: SSC માર્કશીટ, 4થા ધોરણની માર્કશીટ વગેરે.

  11. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક , વિકસતી જાતિ કલ્યાણ , ગુ.રા. , ગાંધીનગર આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૨-૨૩ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં 33 આદર્શ નિવાસી શાળાઓ ( માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમવાળી ) કાર્યરત છે . શાળાની યાદી www.esamajvan.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે . આ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ , ભોજન , ગણવેશ , બૂટ - મોજા , સ્ટેશનરી અને નિવાસ જેવી તમામ સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે . આ આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ધો .૯,૧૦ અને ૧૨ માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા ઇચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીવિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે www.esamajalynn.gujarat.gov.in પર તા .૯ / ૫ / ૨૦૨૨ થી તા .૧૦ / ૬ / ૨૦૨૨ સુધી ઓનલાઈનથી અરજીઓ મંગાવવામાં આવે છે .

    1 . આદર્શ નિવાસી શાળાઓમાં ધો .૯ , ૧૦ અને ૧૨ માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઇનથી અપલોડ કરવાના રહેશે . 

    2. જે - તે આદર્શ નિવાસી શાળામાં ગત વર્ષમાં અભ્યાસ કરતા ધો .૯ , ધો .૧૦ અને ધો .૧૧ ના જુના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષમાં તેઓને ધો .૧૭ , ધો .૧૧ અને ધો .૧૨ માં પ્રવેશ આપ્યા બાદ મકાનની ક્ષમતાને ધ્યાને લઈ જગ્યા ખાલી હશે તો જ ધો .૯ , ૧૦ અને ધો .૧૨ માં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઓનલાઈન અરજી કરનાર નવા વિદ્યાર્થીઓને મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે . 

    3 . ધો .૧૦ ના પરિણામ બાદ ગુજરાત માધ્યમિક બોર્ડ ધ્વારા માર્કશીટ ઈશ્યુ કર્યા બાદ ધોરણ -૧૧ માં પ્રવેશ માટે પોર્ટલ ખોલવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થી ધો .૧૧ માં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે . 

    4 . પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦ % ગુણ મેળવેલ હોવા જરૂરી છે . 

    5 . કન્યાઓના કિસ્સામાં ૪૫ % કે વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકાશે . 

    6. અનુ , જાતિ / અનુ . જન જાતિ / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત અતિ પછાતવિચરતી વિમુક્ત જાતિના બાળકો તેમજ અપંગ , વિધવા તથા ત્યક્તા બહેનોના બાળકોના કિસ્સામાં ગત વર્ષના પરીણામમાં ૪૫ % કે વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીવિદ્યાર્થીનીઓ અરજી કરી શક્શે . 

    7. વિદ્યાર્થીના પિતાવાલીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૩૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૨૧,૫0000 સુધીની હોય તેઓ અરજી કરી શકશે . 

    8 . આદર્શ નિવાસી શાળામાં મકાનની ક્ષમતાને ધ્યાને લઈ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ૬૦ % , આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૫ % , અનુસૂચિત જાતિ માટે ૧૨.૫ % , અને અનુસૂચિત જન જાતિ માટ ૧૨.૫ % બેઠકો ફાળવવામાં આવે છે . ઉપરાંત મકાનની કુલ ક્ષમતાના ૫ % દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવશે . 

    9. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત / વિચરતી અને વિમુકત જાતિના વિદ્યાર્થીઓને માન્ય સંખ્યાના ૧૦ % પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે . ' ) ; આદર્શ નિવાસી શાળાના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો www.emaikalvan.uiarat.gov.in પર દર્શાવેલ છે . જેનો સંપૂર્ણ અભ્યાસ કરી વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી કરવાની રહેશે . તેમજ આદર્શ નિવાસી શાળા અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી ( વિકસતી જાતિ ) ની કચેરીમાંથી પણ મળી રહેશે . 

    10 , સરકારશ્રીએ ઠરાવેલ નિયમોનુસાર મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે . 

    11 પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈનથી પ્રસિદ્ધ કરવામાં આવશે . જે માટે વિદ્યાર્થીએ સમયાંતરે ઉક્ત વેબસાઈટ જોવાની રહેશે . પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોની ચકાસણી અંગે SMS અને E - mail મારફત જાણ કરવામાં આવશે . 

    12. ઓનલાઈન પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી મેરીટ યાદીમાં આવેલ વિદ્યાર્થીઓએ સબંધિત આદર્શ નિવાસી શાળા ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે . જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના કે અન્ય પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહિં . 

    13. શાળાના મકાનની ક્ષમતાને ધ્યાને રાખી તેમજ સરકારશ્રીના આરોગ્ય વિભાગ , શિક્ષણ વિભાગ અને સરકારશ્રી દ્વારા નક્કી કરેલા નિયમોના આધારે વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવશે . જેથી , અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિં . 

    14. મીઠાના વ્યવસાયમાં રોકાયેલ અગરિયાના વાલીના બાળકો માટે કુમાર માટેની ( ૧ ) રાજુલા , જિ.અમરેલી ( ૨ ) ભચાઉ , જિ.કચ્છ ( 3 ) ધ્રાંગધ્રા , જિ.સુરેન્દ્રનગર ( ૪ ) મોરબી અને કન્યા માટે ( ૫ ) સુરેન્દ્રનગર ખાતે મળી કુલ ૦૫ અગરિયાની આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે . 

    15. પ્રવેશ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક , વિકસતી જાતિ કલ્યાણ ખાતુ , ગુજરાત રાજ્ય , ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે

    આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯, ૧૦ અને ૧૨માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ માટે


Related Posts

આદર્શ નિવાસી શાળા પ્રવેશ | Adarsh Nivasi School Admission 2022
4/ 5
Oleh